જામનગર: સેતાવાડ વિસ્તારમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી

  • June 09, 2026 08:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સેતાવાડ વિસ્તારમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી

જામનગર શહેરના સેતાવાડ વિસ્તારમાં અવેડીયા મામા નજીક આવેલુ પીપળાનું વૃક્ષ ધરાશાયી થયાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર ધવલભાઈ નાખવા,  તેમજ અમરભાઈ કનખરા ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તેમણે સંબંધિત તંત્ર સાથે સંકલન સાધી જરૂરી કામગીરી હાથ ધરાવી હતી. વૃક્ષ રસ્તા પર પડી જતાં વિસ્તારમાં વાહનવ્યવહાર અને અવરજવરમાં અડચણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, અને કરવત સહિતના સાધનોની મદદથી વૃક્ષની ડાળીઓ કાપી દૂર કરવાની કામગીરી કરી હતી. સદનશીબે કોઇ જાનહાની થઇ ન હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application