જામનગર નજીક સ્કોર્પીયો-બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત: બે લોકોને ઇજા

  • July 04, 2026 08:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક સ્કોર્પીયો-બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત: બે લોકોને ઇજા

રાત્રીના બનાવ બનતા પોલીસ અને ૧૦૮ની ટીમ દોડી ગઇ: ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

જામનગર નજીક દરેડ લાલપુર બાયપાસથી આગળના વિસ્તારમાં ગઇ રાત્રીના સ્કોર્પીયો અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મૃત્યુ નિપજયાનું અને બે યુવકોને ઇજા પહોચ્યાનું જાણવા મળ્યું છે, બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી.

લાલપુર ચોકડીથી આગળના વિસ્તારમાં રાત્રીના સુમારે સ્કોર્પીયો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેની જાણ થતા આજુબાજુના લોકો અને પોલીસ ટુકડી દોડી આવી હતી તેમજ આ મામલે ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં એક વ્યકિતનું મૃત્યુ થયાનું જાણવા મળ્યુ હતું.
​​​​​​​
અકસ્માતમાં ઘવાયેલાને ૧૦૮ મારફત જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જેમની સારવાર કરાઇ હતી અને પંચ-બી પોલીસની ટીમ સ્થળ પર અને હોસ્પીટલ ખાતે દોડી જઇ આ મામલે ફરીયાદ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application