​13 ઓક્ટોબર સુધી દિલ્હી કેન્ટ સ્ટેશન પર નહીં ઊભી રહે ઓખા–શકૂરબસ્તી સ્પેશિયલ

  • July 16, 2026 04:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​13 ઓક્ટોબર સુધી દિલ્હી કેન્ટ સ્ટેશન પર નહીં ઊભી રહે ઓખા–શકૂરબસ્તી સ્પેશિયલ

​ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝન અંતર્ગત દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન પર માળખાકીય સુવિધાઓના વ્યાપક અપગ્રેડેશન કાર્ય હેઠળ પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર 16 જુલાઈથી લઈને 13 ઓક્ટોબર, 2026 સુધી 90 દિવસનો પાવર અને ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ કારણે ઉક્ત સમયગાળા દરમિયાન કેટલીક રેલ સેવાઓના સ્ટોપેજ માં ફેરફાર કરવામાં આવ્યો છે.

​​​​​​​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી ઓપરેટ થતી ટ્રેન સંખ્યા 09523 ઓખા–શકૂરબસ્તી સ્પેશિયલનો દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન પરનો નિર્ધારિત સ્ટોપેજ તત્કાલ અસરથી 13 ઓક્ટોબર, 2026 સુધી અસ્થાયી રૂપે રદ રહેશે. મુસાફરોને વિનંતી છે કે મુસાફરીનું આયોજન કરતી વખતે આ ફેરફારને ધ્યાનમાં રાખે.

​ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના સંબંધી વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને વિગતો જોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application