06 ઓગસ્ટથી ઓખા–બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી 20 મિનિટ વહેલી ઉપડશે
રેલવે પ્રશાસને પરિચાલન સંબંધી કારણોસર ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસના ઉપડવાના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી સમય-સારણી મુજબ ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ 06 ઓગસ્ટ, 2026થી ઓખા રેલવે સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય 14:25 કલાકના સ્થાને સુધારેલા સમય 14:05 કલાકે ઉપડશે. આ રીતે આ ટ્રેન હવે તેના નિર્ધારિત સમય કરતાં 20 મિનિટ વહેલી રવાના થશે.
નોંધનીય છે કે ઓખા રેલવે સ્ટેશન પછી ટ્રેનના રૂટમાં આવતા અન્ય તમામ સ્ટેશનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના અંગેની અદ્યતન માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
