જામનગર: નિરંકારી મિશનનો ઝોન સ્તરીય મહિલા સમાગમ સમ્પન્ન

  • June 16, 2026 05:05 AM 

જામનગર: નિરંકારી મિશનનો ઝોન સ્તરીય મહિલા સમાગમ સમ્પન્ન

જામનગરની બહેનો એ પણ મહિલા સમાગમ માં નોંધાવી સક્રિય ભાગીદારી

આધ્યાત્મથી થશે ઘર , પરિવાર તથા સમાજ નો માહોલ સુંદર – નિરંકારી બહેન આશા રંગવાણી 

જામનગર , સંત નિરંકારી મિશન દ્વારા મહિલાઓ ને આધ્યાત્મ થી જોડવા માટે આજ રોજ ઝોન સ્તર પર મહિલા સમાગમ ગાંધીધામ સ્થિત અગ્રવાલ સમાજ ભવન પર આયોજિત કરવામાં આવ્યો, જેમાં જામનગર ની બહેનો એ પણ કાવ્ય , આધ્યાત્મિક ભજન અને પોતાના ભાવ વ્યક્ત કરેલ.

રાજસ્થાનથી પધારેલ નિરંકારી જ્ઞાન પ્રચારક આશા રંગવાણીજી એ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ નો સંદેશ આપતા કહ્યું કે ઘર પરિવાર અને સમાજ નો માહોલ સુંદર અને આનંદમય બનાવવા માંગતા હો તો આધ્યાત્મ ને અપનાવવું પડશે.

તેઓએ કહ્યું કે એક મહિલા વિવિધ ભૂમિકાઓ નિભાવે છે, જે દીકરી, બહેન, પત્ની અને મા ના સ્વરૂપ માં પોતપોતાની જવાબદારી નિભાવે છે. બાળકો ના પ્રારંભિક જીવન ને સંવારવાનું કાર્ય પણ એક મહિલા મા ના સ્વરૂપમાં કરે છે, એટલે જ મહિલાઓ ની જવાબદારી મહત્વપૂર્ણ છે કે તે બાળકો અને પરિવારને શું શીખ આપવા માંગે છે.

નિરંકારી પ્રચારિકા બહેન આશા રંગવાણીજી એ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિઓ માં દરેક પરિવાર ને સારો માહોલ જરૂરી છે, આ માટે સર્વપ્રથમ મહિલાઓ આધ્યાત્મ થી જોડાય જેથી ઘર પરિવાર નું વાતાવરણ સુંદર અને સુખદ બને. જીવનમાં બદલાવ માટે સત્સંગ ખુબ જરૂરી છે. તેઓએ કહ્યું કે પરમતત્વ પરમાત્માનો બોધ આપણને માનવીય ગુણોથી સુશોભિત કરે છે.

મહિલા સંત સમાગમ માં નારીશક્તિ એ ગીત, ભજન, કવિતાઓ અને વિચારો ના માધ્યમથી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની શિક્ષાઓ પર આધારિત પ્રસ્તુતિઓ રજુ કરી.

નિરંકારી મહિલા સંત સમાગમ માં જામનગર,ભુજ,મોરબી,ગાંધીધામ વગેરે શહેરો ની સેંકડો મહિલાઓ ની ભાગીદારી રહી.

ઝોનલ ઈનચાર્જ શકિયાજી એ રાજસ્થાનથી આવેલા બહેનજી ને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું અને દરેક સાધ સંગત નો આભાર વ્યક્ત કર્યો. આ સત્સંગ નુ સંચાલન બહેન સોનિયા અને માલા જી એ કર્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application