જામનગર : રાવલસર પાટીયે કારે ૧૦૮ વેનને ઠોકર મારી : એક વ્યકિતનું મોત
જામનગર-ખંભાળીયા હાઇવે રાવલસરના પાટીયા પાસે હોન્ડા સીટી કારના ચાલકે ઓવરટેક કરવા કાવો મારી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં ઇએમટીને પગમાં ઇજા પહોચી જયારે કારમાં બેઠેલ વ્યકિતઓને ઇજા પહોચાડી હતી, એક વ્યકિતનું મૃત્યુ નિપજયાનું જાહેર થયુ હતું આ બનાવ અંગે કારચાક સામે ફરીયાદ કરવામાં આવી છે, જયારે સિદસર ગામમાં ટ્રેકટર ચાલકે આગળ પાછળ જોયા વીના વ્હીલ ફેરવી દેતા ટ્રોલી નીચે રમી રહેલા એક બાળકનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું.
મુળ ગીર પંથકના તાલાલાના વતની અને હાલ લાલપુરના જોગવટ પાટીયા ખાતે રહેતા ૧૦૮માં ડ્રાઇવર તરીકે નોકરી કરતા જયદીપ અરજણભાઇ સોલંકી (ઉ.વ.૨૭) નામના યુવાને સિકકા પોલીસ સ્ટેશનમાં હોન્ડા સીટી કાર નં. યુકે-૦૭-બીએફ-૫૯૭૩ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૨૫ના રોજ જામનગર-ખંભાળીયા હાઇવે રાવલસરના પાટીયા પાસેના રોડ પર સીટી કારના ચાલકે બેદરકારી અને પુરઝડપે ચલાવી ફરીયાદીના ૧૦૮ વેન નં. જીજે૧૮જીબી-૫૩૪૯ની પાછળ ડાબી સાઇડથી ઓવરટેક કરીને કાવો માર્યો હતો.
આગળના ભાગે ફોરવ્હીલ ભટકાડી અકસ્માત સર્જયો હતો જેથી ૧૦૮માં બેઠેલા ઇએમટીને પગમાં ઇજા પહોચી હતી તેમજ કારમાં બેઠેલા પોતાને અને અન્ય ચાર વ્યકિતને નાની મોટી ઇજાઓ પહોચાડી હતી, જે પૈકી એક વ્યકિતનું મૃત્યુ નિપજયુ હતું. બનાવની જાણ થતા સિકકાના પીઆઇ ડી.બી. પટેલ સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. ૧૦૮ના કર્મચારીની ફરીયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધીને તપાસ આગળ ધપાવવામાં આવી હતી.
અન્ય એક બનાવમાં જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા ખેત મજુરી કરતા જીતેન્દ્ર દિનેશભાઇ શંખેસરીયા (ઉ.વ.૩૫)એ સિદસર ગામના સાહીદ નામના મેસી ટ્રેકટર નં. જીજે૧૦બીજે-૦૪૧૭ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ગઇકાલે બપોરના સુમારે સિદસર ગામના ફરીયાદીના ભાઇનો પુત્ર મરણજનાર હેત (ઉ.વ.૧૦) નામનો બાળક સાહેદ મોહન ચંદુભાઇ કાછડીયાની વાડીએ ટ્રેકટરની ટ્રોલી નીચે રમતો હોય એ દરમ્યાન આરોપી સાહીદએ વાડી માલિકનું મેસી ટ્રેકટર આગળ પાછળ જોયા વીના બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવવા જતા બાળક પર ટાયર ફરી વળતા ગંભીર ઇજા સબબ મોત નિપજાવ્યુ હતું જે ફરીયાદના આધારે પીએસઆઇ ઓડેદરા તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
