યુવક કૉંગ્રેસ અને NSUI માં 200 થી વધુ યુવાનો અને વિધાર્થીઓ કૉંગ્રેસ માં જોડાયા
યુવક કોંગ્રેસ શહેર અને જિલ્લા ની કારોબારી તથા NSUI શહેર હોદ્દેદારો અને જામનગર ની તમામ કોલેજ ની કારોબારી જાહેરાત.
શહીદ દિવસ નિમિતિ બાઈક રેલી યોજી ભગતસિંઘની પ્રતિમા ને શ્રધાંજલિ અર્પણ.
જામનગર શહેર અને જિલ્લા યુવક કોંગ્રેસ તથા NSUI ના શહેરના તથા અલગ અલગ કોલેજોના નવા હોદ્દેદારોની નિમણૂક તારીખ 23 માર્ચ શહીદ દિવસના દિવસે જામનગરના સર્કિટ હાઉસ ખાતે પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ની અધ્યક્ષ સ્થાને જાહેર કરવામાં આવ્યા હતા.
આ જાહેરાતમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ ની ટોટલ 31 યુવાનો ની કારોબારી જાહેર કરવામાં આવી હતી. અને NSUI ની શહેરની 15 વિધાર્થીઓ ની કારોબારી તથા તમામ કોલેજોની બોડી જાહેર કરવામાં આવી હતી. અને આ જાહેરાત બાદ સર્કિટ હાઉસથી રેલી સ્વરૂપે હવાઈ ચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહજી ની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા , , પૂર્વ વિપક્ષ નેતા ધવલભાઇ નંદા તથા આનંદભાઈ ગોહિલ, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ નું આયોજન યુવક કોંગ્રેસ શહેર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, NSUI શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. તોસીફ ખાન પઠાણ તથા શક્તિસિંહ જેઠવા, યુવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દેવરાજભાઈ ગોહિલ તથા વિધાનસભા પ્રમુખો જાવેદભાઈ ખફી અને દર્શનભાઈ રાઠોડ દ્વારા કરવા માં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
