ઓખા મરીન પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો ઉકેલ્યો

  • July 01, 2026 06:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મરીન પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો ઉકેલ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરીન પોલીસ સ્ટેશને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી અંદાજે નવ મહિના જૂના મોબાઈલ ચોરીના એક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
​​​​​​​રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અનડિટેક્ટ ચોરીના ગુનાઓ શોધવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કામગીરી કરવામાં આવી છે.

ઓખા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એમ. જાડેજાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ આ ગુના અંગે વર્કઆઉટ કરી રહ્યો હતો. તે દરમિયાન એ.એસ.આઈ. રમેશભા ધંધાભા બઠીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રધ્યુમનસિંહ રણજીતસિંહ જાડેજાને સંયુક્ત રીતે મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખાના ગાંધીનગરી વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

પકડાયેલા આરોપીનું નામ રજાકભાઈ હાજીભાઈ સુંભણીયા (ઉંમર વર્ષ ૩૨, ધંધો-માછીમારી, રહે. ગાંધીનગરી ભુંગા, દાતારી ચોક, ઓખા) હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલો મોટોરોલા કંપનીનો ૠ૮૫ મોડેલનો મોબાઈલ ફોન રિકવર કર્યો છે, જેની કિંમત રૂપીયા ૧૦,૦૦૦ આંકવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application