જામનગરની ડીફેન્સ કોલોનીમાં પરપ્રાંતીય મહિલાની હત્યા
ગળે ટુંપો દઇ બે દિવસ પુર્વે ઘરમાં જ ઢીમ ઢાળી દીધુ : આડા સબંધનો કરૂણ અંજામ : પોલીસ કાફલો દોડી ગયો : તપાસનો ધમધમાટ
જામનગરના ડીફેન્સ કોલોની વિસ્તારમાં મકાનમાંથી મહિલાનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને જીણવટભરી તપાસ આદરતા મહિલાને ગળે ટુંપો દઇ હત્યા નિપજાવવામાં આવી હોવાનું અને આડાસબંધના કારણે એક શખ્સે ઢીમ ઢાળી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે, પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપ્યો હતો અને આરોપીનુ પગેરૂ દબાવવામાં આવ્યુ છે.
જામનગરના ડીફેન્સ કોલોની ગાયત્રી મંદિર નજીકના વિસ્તારમાં રહેતી એક મહિલાનો ઘરમાં રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા આ અંગે સીટી-સી ડીવીઝન પીઆઇ ડાભી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી બીજી બાજુ મૃતદેહને પીએમ માટે જી.જી. હોસ્પીટલ ખાતે મોકલી આપ્યો હતો અને તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મથુરાના ફીરોજાબાદના વતની રીન્કુદેવી (ઉ.વ.૩૫) નામની મહિલા હોવાનું અને તેણીને ગળે ટુંપો દઇને મારી નાખવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી, બે દિવસ પહેલા મહિલા બાબતે પોલીસને તેમના સંતાન દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ મોડે સુધી ઘરે આવ્યા નથી આ અંગે તપાસ કરતા ચોકાવનારી વિગતો ખુલવા પામી હતી. આડાસબંધના મામલે હત્યા નિપજાવવામાં આવી હોવાનું પોલીસે પ્રાથમિક તારણ લગાવીને આ દિશામાં તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
એવી પણ વિગત જાણવા મળી છે કે મૃતક મહિલા મથુરાના વતની હોય અને ઘણા સમયથી ડીફેન્સ કોલોની વિસ્તારમાં તેમના બે સંતાન સાથે વસવાટ કરતા હતા દરમ્યાન આ બનાવ સામે આવતા આ વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક વિગતોના આધારે તપાસનો દોર આગળ ધપાવીને આરોપીનુ પગેરૂ દબાવવા માટે ધમધમાટ આદરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
