પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધારી, સ્વસ્થ જીવનનો સંદેશ આપતા જામનગરના ખેડૂત જયસુખભાઈ કપુરિયા

  • July 23, 2026 11:41 AM 

પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધારી, સ્વસ્થ જીવનનો સંદેશ આપતા જામનગરના ખેડૂત જયસુખભાઈ કપુરિયા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામના ખેડૂતશ્રી જયસુખભાઈ કપુરિયા પોતાના પાંચ વીઘાના માધવ પ્રાકૃતિક ફાર્મમાં વર્ષ ૨૦૧૯થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે.

જયસુખભાઈ પોતાના ખેતરમાં ઋતુ મુજબ પ્રાકૃતિક પદ્ધતિથી પાકોની વાવણી કરે છે, જેમાં ચોમાસામાં મગફળી, શિયાળામાં ઘઉં, ચણા, જીરું અને ઉનાળામાં મગ અને મઠનું વાવેતર કરે છે. જયસુખભાઈ જણાવે છે કે, તેમના દ્વારા વેચાણ કરવામાં આવતી તમામ પ્રોડક્ટ્સ તેમના ખેતરમાંથી પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત થયેલી શુદ્ધ અને ગુણવત્તાયુક્ત છે. ગ્રાહકોને વ્યાજબી કિંમતે પોષકતત્વોથી ભરપુર આહાર પૂરો પાડવા તેઓ સતત તત્પર રહે છે. આ ઉપરાંત આત્મા (ATMA) પ્રોજેક્ટના સહયોગથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 'આત્મા ગ્રુપ' દ્વારા ગાયોના નિભાવ માટે શેડ/સ્ટ્રક્ચર સહાય તેમજ ઉત્પાદનોના વેચાણ અર્થે યોજાતા પ્રદર્શન અને સ્ટોલ મેળાઓમાં પૂરતો સહયોગ મળી રહ્યો છે.

​​​​​​​જયસુખભાઈ જણાવે છે, ખેડૂતોએ પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે ઓછામાં ઓછી ૨.૫ થી ૫ વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અવશ્ય કરવી જોઈએ, જેથી સમાજને ઝેરમુક્ત આહાર મળી રહે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application