દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં વર્ષાઋતુ પૂર્વે જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠક યોજાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ-૨૦૨૬ અંતર્ગત પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટરએ તળાવો, નદીપટ અને વોકળાઓની સફાઈ કામગીરી સમયસર પૂર્ણ કરવા, તાલુકા અને વોર્ડવાર રેસ્ક્યુ ટીમોની રચના, અગમચેતીના સંદેશા ઝડપથી પહોંચે તે માટે મજબૂત નેટવર્કિંગ સિસ્ટમ ઉભી કરવા તથા કંટ્રોલ રૂમ માટે ફરજ સોંપણીના હુકમો તૈયાર રાખવા સૂચનાઓ આપી હતી.
ઉપરાંત દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની યાદી તૈયાર કરવા, અગરિયા અને તરવૈયાઓના સ્થળાંતર માટે વાહનો તથા આશ્રયસ્થાનોની વ્યવસ્થા, પીવાનું પાણી, દવાઓ અને વરસાદી પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પશુઓ માટે રસીકરણ અને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરએ ડેમ અને કેનાલના દરવાજાઓની ચકાસણી તથા સફાઈ, જરૂરી સ્થળોએ વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તાલુકા કક્ષાએ ૨૪x૭ કંટ્રોલ યુનિટ કાર્યરત કરવા તેમજ કોઝવે પર જરૂરી સાઈન માર્કિંગ કરવાની કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું. સાથે જ વૈકલ્પિક માર્ગોની યાદી તૈયાર રાખવા, જોખમી વીજપોલ અને તૂટેલા વીજતારોના નિકાલ, અનાજ પુરવઠાની જાળવણી તથા આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, સાધનો અને રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તેની તકેદારી રાખવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોગચાળો ફેલાતો અટકાવવા માટે જંતુનાશક દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે તમામ વિભાગોનું સુમેળભર્યું સંકલન જળવાઈ રહે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પ્રિ-મોન્સૂન તથા પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે અને જાનહાનિ ટાળી શકાય તે માટે જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સજ્જ રહેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, ઈનચાર્જ નિવાસી અધિક કલેકટર એચ.પી.જોષી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
