સલાયામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી મરીન પોલીસ

  • July 02, 2026 06:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી મરીન પોલીસ

એક આરોપીને ચોરી કરવાના સાધનો સાથે પકડ્યો : ૬૫૪૪૦ નો મુદામાલ કર્યો કબ્જે

સલાયા મરીન પોલીસે પાંચ દિવસ પહેલા થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપી રશીદ સુલેમાન ચમડીયા (રહે, સલાયા) ને મુદ્દામાલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સાથે ઝડપી પાડ્યો છે.પાંચ દિવસ અગાઉ મોહર્રમની રાત્રે સલાયાના ડિવિ નગર વિસ્તારમાં બે ઘરોમાં તાળા તોડી રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી, જે અંગે ફરિયાદ નોંધાઈ હતી. 

આ ફરિયાદના આધારે સલાયા મરીન પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે ચોરી કરનાર શંકાસ્પદ આરોપી રાત્રિના સમયે પોતાના ઘરે આવવાનો છે અને ચોરીનો માલ સગેવગે કરવાનો છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન આરોપી રશીદ સુલેમાન ચમડીયાને પકડી પાડ્યો હતો.પૂછપરછ કરતા આરોપીએ ચોરી કરેલો માલ કાઢી આપ્યો હતો. 
​​​​​​​
વધુ તપાસ કરતા ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા લોખંડની કોસ, ડ્રીલ, ડિસમિસ, લોખંડનો સળિયો, ધારદાર ચાકુઓ અને એરગન જેવા સાધનો પણ મળી આવ્યા હતા.આરોપીએ કબૂલ્યું હતું કે તે બંધ મકાનના ફળિયામાં પ્રવેશી કોસ વડે દરવાજાનું તાળું તોડતો હતો અને ત્યારબાદ કબાટના દરવાજા ખેંચીને તિજોરી ખોલી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતો હતો.આરોપી ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ટેવવાળો છે અને છરી, ચાકુ તેમજ કોસ જેવા હથિયારો સાથે ફરતો હોય છે. પોલીસે તેની પાસેથી બંને ગુનામાં નોંધાયેલ સોના-ચાંદીના દાગીના, રોકડ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સહિત કુલ ૬૫,૪૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application