જામનગર: પેટ્રોલ પંપે થયેલી બોલાચાલીનો ખાર રાખી મીઠોઇના યુવક પર પાઇપથી  પ્રહાર

  • June 18, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પેટ્રોલ પંપે થયેલી બોલાચાલીનો ખાર રાખી મીઠોઇના યુવક પર પાઇપથી  પ્રહાર

માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો : એક સામે ફરીયાદ

લાલપુર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે યુવક પર પાઇપ વડે હુમલો કરતાં તેને ગંભીર ઇજા પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે.

મીઠોઈ ગામના રહેવાસી અને પશુપાલનનો વ્યવસાય કરતા પ્રવિણભાઈ કચરાભાઈ રૂડાચ (ઉ.વ. ૩૯) પોતાની મોટરસાયકલ લઈને મોડપર પાટિયા પાસે આવેલા ભાગ્યોદય પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા ગયા હતા. તે દરમિયાન આરોપી જુવાનસિંહ ઉર્ફે મુન્નો મહોબતસિંહ જાડેજાનું સ્કૂટર અડી જતા પ્રવિણભાઈએ સ્કૂટર સરખુ રાખવા માટે કહયુ હતું. 

આ બાબતે આરોપીએ ફરીયાદી સાથે ગાળાગાળી કરી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં આ જ બાબતનો મનદુ:ખ રાખી પ્રવિણભાઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મીઠોઈ ગામમાં સરકારી શાળા નજીક અને પંચાયત કચેરી સામે જાહેર માર્ગ પર આરોપી લોખંડના પાઇપ જેવા હથિયાર સાથે ઉભો હતો.

આરોપીએ પ્રવિણભાઈ પર હુમલો કરી તેમના માથાના ભાગે પાઇપ વડે ઘા ઝીંક્યો હતો. હુમલાના કારણે પ્રવિણભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને માથામાં ૧૧ ટાંકા લેવા પડ્યા હતા. હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં મીઠોઇ ગામના જુવાનસિંહ જાડેજા વિરુઘ્ધ ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application