દ્વારકા: ભાટવડીયા ગામે થયેલ ઘરફોડ ચોરીમાં આરોપીની અટકાયત

  • July 24, 2026 06:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ભાટવડીયા ગામે થયેલ ઘરફોડ ચોરીમાં આરોપીની અટકાયત

દ્વારકા એલસીબીએ ૧.૫૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો 

કલ્યાણપુરના ગામે થયેલી ઘરફોડ ચોરીમાં મુદામાલ સાથે શખ્સને દ્વારકા એલસીબીની ટુકડીએ પકડી લીધો હતો.

ફરીયાદી બાબુભાઇ કૈશાભાઇ સોનગરાએ જાહેર કરેલ કે કોઇ અજાણ્યા સસમે તેમના રહેણાંક મકાનના નળીયા ઉંચકાવી મકાનમાં રહેલ રોકડ રૂ. ૧.૮૦ લાખની ચોરી થયેલ હોય જે બાબતે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો વણશોધાયેલ ગુનો દાખલ થયેલ.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સુચના તથા માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એન.એચ. જોશીની રાહબરી હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એમ.આર. સવસેટા તથા સ્ટાફની ટીમો બનાવી ઉકત બાબતે કાર્યરત હતા.

દરમ્યાન સ્ટાફના કિશોરભાઇ નંદાણીયા, ડાડુભાઇ જોગલ, હેડ કોન્સ ખીમાભાઇ કરમુરને વર્કઆઉટ દરમ્યાન તેમના રહેણાંક મકાનની બાજુમાં આવેલ વાડામાંથી સામત લખુ સોનગરા રહે. ભાટવડીયા, તા. કલ્યાણપુર દ્વારકાવાળાને ચોરીમાં ગયેલ રોકડા ૧.૫૮.૫૦૦, તથા એક મોબાઇલ કિ. ૫૦૦ મળી કુલ ૧.૫૯ લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યો હતો.

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષી, પીએસઆઈ એમ.આર. સવસેટા, બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા સહિત એલસીબી ના સ્ટાફના સભ્યો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application