ઓખા: માછીમારીની જાળમાંથી માછલી કાઢતા શખ્સોને ટપારતા યુવાન પર છરી વડે હુમલો

  • June 16, 2026 07:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા: માછીમારીની જાળમાંથી માછલી કાઢતા શખ્સોને ટપારતા યુવાન પર છરી વડે હુમલો

ઓખામાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા શબીર અભુભાઈ ભીખલાણી નામના ૩૨ વર્ષના સંધી મુસ્લિમ યુવાનની માછીમારીની જાળમાં રહેલી માછલીઓ કાઢી રહેલા અબ્દુલ નુરમામદ તરદ, કાદર અબ્દુલ તરદ અને રજાક અબ્દુલ તરદ નામના ત્રણ શખ્સોને ફરિયાદી શબીરભાઈએ ના કહેતા આ બાબતે ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય આરોપીઓએ એકસંપ કરી, શબીરભાઈ સાથે બોલાચાલી કરી હતી.

આટલું જ નહીં, આરોપીઓએ બેફામ માર મારી, છરી વડે હુમલો કરી, ઈજાઓ પણ કરી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે બીએનએસ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application