વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના ૧૨ વર્ષ પૂર્ણ થતાં જામનગરના વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન
મહાઆરતીમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા મેયર મોનિકાબેન વ્યાસ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના સફળ કાર્યકાળના ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને વધાવવા માટે જામનગરના વૈભવ સમાન અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવતા સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે એક ભવ્ય અને દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જનાર વડાપ્રધાનના દીર્ઘાયુ અને દેશની અવિરત પ્રગતિની મનોકામના સાથે યોજાયેલી આ મહાઆરતીમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ તેમજ મનપાના વિવિધ સમિતિઓના પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને રાષ્ટ્રપ્રેમી નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રઉચ્ચાર તેમજ જયશ્રી રામના નારાઓ સાથે સંપન્ન થયેલી આ મહાઆરતીમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ભક્તોએ બાલા હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવી વડાપ્રધાનના સબળ નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બને તેમજ જામનગર સહિત સમગ્ર દેશમાં સુખ, શાંતિ અને ખુશહાલી જળવાઈ રહે તેવી મંગલ પ્રાર્થના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application