ભાણવડ પંથકમાં સરિસૃપોના રેસ્ક્યુ માટે કાર્યરત એનિમલ લવર્સ દ્વારા એક જ દિવસમાં દસ ફૂટ લાંબો અને ત્રીસેક કિલોનો એક અજગર તેમજ સાડા પાંચ ફૂટ લાંબો મગર રેસ્ક્યુ કરી અને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા.
ભાણવડના નવાગામ વાડી વિસ્તારમાં રાત્રિ દરમ્યાન ખેત મજૂરના ઝૂપડા નજીક એક મોટો મગર દેખાતા એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટને જાણ કરાઇ હતી, જાણ કરાતા તુરંત અશોકભાઈ અને તેમની ટીમ પહોંચી મહા મહેનતે આ મગરને રેસ્ક્યુ કરાયો હતો.
ઉપરાંત મગર રેસ્ક્યુ બાદ તુરંત ગુંદા ગામે રોડ નજીક એક મહાકાય અજગર દેખા દેતા ગ્રામજનો દ્વારા જાણ કરાતા એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા તેને પણ તુરંત સ્થળ પરથી રેસ્ક્યુ કરાયો હતો.
મધ્ય-રાત્રિ દરમ્યાન મગર અને અજગરના રેસ્ક્યુ બાદ આ બંને સરિસૃપોને તેના મૂળ આવાસમાં મુક્ત કરાયા હતા. આ બંને સરિસૃપોના રેસ્ક્યુ કાર્યમાં એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટની સાથે દુદાભાઈ, વિજય ખૂટી, ધવલ સોનગરા, દત્ત દેસાઈ, હરીશ વાઘેલા, અને અક્ષય સૂચક જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
