જામનગર​​​​​​​: નવી મોખાણામાં પાંજરા સુધી આવેલો દીપડો ટ્રેપ કેમેરો તોડી નાસી છૂટયો

  • June 30, 2026 07:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: નવી મોખાણામાં પાંજરા સુધી આવેલો દીપડો ટ્રેપ કેમેરો તોડી નાસી છૂટયો

મારણ હોવા છતાં પાંજરામાં ગયો નહીં, દીપડાની હીલચાલ કેમેરામાં કેદ

દીપડાને પકડવા વનવિભાગ ઉંધા માથે: ગ્રામજનોમાં ભય યથાવત 

​​​​​​​

જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં પાંજરા સુધી આવેલો દીપડો ટ્રેપ કેમેરો તોડી નાસી છૂટતા ગ્રામજનોમાં ભય યથાવત રહ્યો છે. પાંજરામાં મારણ હોવા છતાં દીપડો પાંજરામાં ગયો ન હતો. દીપડાની હીલચાલ કેમેરામાં કેદ થઇ છે. દીપડાને પકડવા વનવિભાગ ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે. 

નવી મોખાણા ગામની સીમમાં સપ્તાહ પૂર્વે દીપડાના આંટાફેરાની ફરિયાદો ગ્રામજનોમાં ઉઠી હતી. બનાવની જાણ થતાં વનવિભાગના સ્ટાટે ઘટના સ્થળે દોડી જઇ ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન ફુટ માર્ક મળી આવતા દીપડો  હોવાનું પુરવાર થયું હતું. જો કે, સતત બે દીવસ દરમ્યાન વનવિભાગની ટીમે દીવસ અને રાત્રીના સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દીપડાના કોઇ સગડ કે ફુટ માર્ક ન મળતા અન્યત્ર ચાલ્યા ગયાનું અનુમાન વ્યકત કર્યું હતું. પરંતુ રવિવારે ગ્રામજનોએ પુન: ગામની સીમમાં આવ્યાની અને અવાજ સંભળતા હોવાની ફરિયાદ કરી હતી. આથી વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું. આટલું જ નહીં પાંજરામાં ટ્રેપ કેમેરો ફીટ કરાયો હતો. જેમાં દીપડાની હીલચાલ કેદ થઇ છે.

નવાઇની વાત એ છે કે, સોમવારે રાત્રીના દીપડો પાંજરા સુધી આવ્યો હતો અને ટ્રેપ કેમેરો તોડી નાસી છૂટયો હતો. મારણ મૂકયું હોવા છતાં દીપડો પાંજરામાં ગયો ન હતો. દીપડાની આ હીલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. વધુ એક વખત દીપડો ગામની સીમમાં હોવાનું પુરવાર થતાં ગ્રામજનોમાં ભય યથાવત રહ્યો છે. બીજી બાજુ દીપડાને પકડી પાડવા વનવિભાગની ટીમ ઉંધા માથે કામગીરીમાં લાગી છે અને દીપડો પકડાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application