જામનગર: મોટી ખાવડીમાં ઓફીસમાંથી લેપટોપની ઉઠાંતરી 

  • July 10, 2026 07:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોટી ખાવડીમાં ઓફીસમાંથી લેપટોપની ઉઠાંતરી 

વેસ્ટ બંગાળના શખ્સ સામે શંકા દર્શાવતી પોલીસ ફરીયાદ 

મોટી ખાવડી ગામમાં ઓફીસના ટેબલ પર રાખેલુ ૩૦ હજારની કિંમતનું લેપટોપ ચોરી થયુ છે જેમાં એક પરપ્રાંતીય શખ્સ સામે શંકા દર્શાવતી ફરીયાદ નોંધાવતા મેઘપર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે. 

જામનગરના ગોરધનપર ગામમાં આવેલ ગોવર્ધનગ્રીન શેરી નં. ૩માં રહેતા પ્રાઇવેટમાં નોકરી કરતા શશીરાય ઇશ્ર્વરનંદરાય (ઉ.વ.૪૨) એ ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં મુળ વેસ્ટ બંગાળના બતનાનના વતની અને હાલ મોટી ખાવડી રૂદ્રપાર્ક કોમ્પ્લેક્ષ રૂમ નં. ૪૧ ખાતે રહેતા સુભાદીપ સુભાષ મંડલની સામે ફરીયાદ નોંધાવી હતી.

આરોપીએ મોટી ખાવડી ગામે શિવમ કોમ્પ્લેક્ષ દુકાન નં. ૧ ફરીયાદીની ફોર્ચ્યુન હોસ્પીટાલીટી સર્વિસીસની ઓફીસના ટેબલ પરથી રૂ. ૩૦૪૨૩ની કિંમતનું લેપટોપ ચોરી કરીને લઇ ગયો હતો જે ફરીયાદ અનુસંધાને તપાસ ચલાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application