જામનગર: જામજોધપુરમાં યુવકનું અપહરણ કરી મારી નાખવાની ધમકી

  • July 03, 2026 06:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જામજોધપુરમાં યુવકનું અપહરણ કરી મારી નાખવાની ધમકી

યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી શખ્સો વિફર્યા : ઉપલેટા વિસ્તારના ૧૧ સામે ગુનો નોંધાયો

જામજોધપુરમાં એક યુવાનનું કારમાં અપહરણ કરીને લઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે, ફરીયાદીનો ભાઇ યુવતીને ભગાડી ગયો હોય જે બાબતનો ખાર રાખીને શખ્સો વિફર્યા હતા દરમ્યાનમાં ૧૧ શખ્સો વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા જામજોધપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.

આ અંગેની જાણવ મળતી વિગત મુજબ મુળ ઉપલેટા વિસ્તારના અને હાલ જામજોધપુર સતાપર લાલવાળો નેશ ખાતે રહેતા રાજુભાઇ પાંચાભાઇ મોરી (ઉ.વ.૨૪) નામના યુવાને ગઇકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ઉપલેટાના ડુમીયાણીમાં રહેતા હીરા ભીખા ભારાઇ, ભુપત રામા ભારાઇ, મુન્ના રામા ભારાઇ, ઓઘડ બાલુ ઉર્ફે રાણા ભારાઇ, બટુક બાલુ ભારાઇ, ધાના બાલુ ભારાઇ, દિપક ધાના ભારાઇ, પેથા મકવાણા-રબારી, બાબુ લખમણ ભારાઇ, વિશાલ પોલા ઉર્ફે કારા ભારાઇ અને ઢાંક ગામના જયેશ મોરી નામના શખ્સો વિરુધ ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના મોટાભાઇ નારણભાઇએ આરોપીઓના કુટુંબની યુવતી​​​​​​​ને આશરે વીસેક દિવસ પહેલા ડુમીયાણી ખાતેથી ભગાડી ગયો હોય જેનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરી ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ સાહેદ વિજયભાઇ લાલવાડા નેશ ખાતે છે એવી ખબર પડતા આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા એક સંપ કરી અશોક લેલન્ડ ગાડી લઇને ત્યાં પહોચ્યા હતા.

દરમ્યાન ફરીયાદી રાજુભાઇને બળજબરીથી ઉપાડી ગાડીમાં નાખી અપહરણ કરીને લઇ ગયા હતા અને રસ્તામાં જો દીકરી નહી સોપવામાં આવે તો આખા ગામને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીને બે દિવસનો સમય આપી ઢાંક પાસે ઉતારી દઇ આરોપીઓ નાશી ગયા હતા. દરમ્યાન યુવક દ્વારા પોલીસનો સંપર્ક કરીને ઉપરોકત આરોપીઓ સામે વિધિવત ફરીયાદ નોંધાવતા  વિગતોના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application