જામનગર: ફેમીલી કોર્ટની સજા વોરન્ટના આરોપીને ઝડપી લેતી જોડીયા પોલીસ

  • July 03, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ફેમીલી કોર્ટની સજા વોરન્ટના આરોપીને ઝડપી લેતી જોડીયા પોલીસ

નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જામનગર ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ સુચના કરતા તેમના માર્ગદર્શન હેઠળ જોડીયા પીઆઇ પી.એન. ખાચર અને સ્ટાફના મેહુલભાઇ, ચેતનભાઇ, નિલેશભાઇ, પરેશભાઇ સહિતની ટીમ ટેકનીકલ અને હયુમન સોર્સની મદદથી તપાસ ચલાવી રહી હતી.
​​​​​​​
દરમ્યાન ફેમીલી કોર્ટ જુનાગઢ દ્વારા સજા વોરન્ટનો આરોપી ધર્મેશ ઉર્ફે પ્રદિપ ઉર્ફે પદુભાઇ ભીમાણી રહે. બારી શેરી જોડીયા નામનો શખ્સ કોર્ટના હુકમની અવગણના કરી ૨૧ મહીનાના ભથ્થાની કુલ રકમ ૯૫૫૦૦ની આપવામાં કસુર કરેલ હોય જેથી ફેમીલી કોર્ટ દ્વારા આરોપીને ૩૧૫ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ હોય દરમ્યાન આરોપી છેલ્લા દોઢ વર્ષથી સજા વોરન્ટમાં નાસતો ફરતો હોય જેની બાતમી મળતા મોરબીના વીરપર ગામે જોડીયા પોલીસે દોડી જઇ આરોપીને પકડી જેલ હવાલે કર્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application