જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર આરતી કંવર જામનગર પહોંચ્યા..
મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન લાગૂ થયા બાદ આજે વહીવટદાર આરતી કંવર જામનગર પહોંચતા કમિશનર સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. જામનગર સહિત રાજ્યની મહાનગરપાલિકાઓની હોદેદારોની મુદ્ત તા. 9 માર્ચના રોજ પૂર્ણ થતાં વહીવટદાર શાસન લાગૂ થયું છે.કેન્દ્રિય ચૂંટણીપંચ દ્વારા ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેને લઇ આગામી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિલંબ થયો છે. ચૂંટણી મોડી થવાની હોય, રાજ્યસરકાર દ્વારા વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે રાજ્યના ચીફ ટેક્સ કમિશનર આરતી કંવરની નિમણૂંક કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આરતી કંવર અગાઉ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે નિયુક્ત થયેલા આરતી કંવર આજરોજ જામનગર આવી પહોંચ્યા હતા. જામનગરમાં ચાર્જ સંભાળે તે પૂર્વે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની, જીએસટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
