૨૮ વર્ષ જુના ધોકા અને પાઈપ વડે કરવામાં આવેલ હુમલાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ ઠેરવતી જામનગર કોર્ટ

  • April 07, 2026 04:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૮ વર્ષ જુના ધોકા અને પાઈપ વડે કરવામાં આવેલ હુમલાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ ઠેરવતી જામનગર કોર્ટ
​​​​​​​

આ કેસની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીને તેમના મામા સાથે ન્યુ આરામ કોલોનીમાં આવેલ પ્લોટ અંગે મનદુઃખ ચાલતુ હોય અને આરોપી ગીરીશ વસંતરાય ગણત્રા ફરીયાદી ના મામાના દીકરાના મિત્ર થતા હોય જેથી આરોપી ગીરીશ વસંતરાય ગણત્રાએ ફરીયાદીને ધોકા વડે હાથમાં તથા વાંસાના ભાગે માર મારી ફેકચર ની ઈજા કરેલ તથા આરોપી અભલ કાસમ બુચડએ ફરીયાદી ને રીવોલ્વર બતાડી કહેલ કે ” જો ભાગ્યો છો તો જાનથી મારી નાખીશ" તેમ કહી રીવોલ્વરનો ખુંદો ફરીયાદીને માથામાં મારેલ તથા આરોપી મહેન્દ્ર કરશનભાઈ અજુડીયા તથા આરોપી અજીજ નુરમામદભાઈ ભાયા એ ફરીયાદી ને પગમાં તથા માથામાં તથા શરીરમાં આડેધડ માર મારેલ જેવા આક્ષેપો સાથે ફરીયાદીએ જામનગર સીટી "બી" પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા આરોપીઓ સામ આઈ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫ વીગેરે મુજબ નો ગુનો નોંધવામાં આવેલ જે ફરીયાદ ના આધારે તપાસ કરનાર અધિકારીએ તપાસના અંતે આઈ.પી.સી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫ વીગેરે મુજબનું ચાર્જસીટ ફાઈલ કરવામાં આવેલ.

ચાર્જસીટ ફાઈલ થયાબાદ મુળ ફરીયાદી દવારા આર્મસ એકટ તથા આઈ.પી.સી કલમ ૩૦૭ ના ઉમેરો કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી અરજીઓ કરેલ જે અરજીઓ નામંજુર થયેલ.

આ કેશ ચાલવા પર આવતા ફરીયાદ પક્ષ દવારા મૌખીક અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને ટ્રાયલના અંતે આરોપીઓ વિરૂધ્ધ નો કેશ સાબિત થયેલ હોય મહતમ સજા કરવા રજુઆત કરવામાં આવેલ. આરોપી પક્ષે આરોપી ગીરીશ ગણાત્રા તથા અભલ કાસમ બુચડ ના વકીલ અશોક અચ.જોશી દવારા એવી દલીલ કરવામાં આવેલ કે આરોપીઓ નિર્દોષ છે અને ફરીયાદ પક્ષ પોતાનો કેશ શંકાથી પર સાબિત કરી શકેલ નથી જેથી આરોપીઓ ને નિર્દોષ ઠેરવી છોડી મુકવા રજુઆત કરેલ.

બંને પક્ષોની દલીલો તથા મૈાખીક અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ કોર્ટ દવારા ફરીયાદી પોતાનો કેશ નિ:શંક પણે પુરવાર કરી શકેલ નહોય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે.

આરોપી ગીરીશ ગણાત્રા તથા અભલ કાસમ બુચડ તરફે વકીલ અશોક એચ. જોશી રોકાયેલ હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application