આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા એટલે કે આઈ.ટી.આર.એ.ને ગત રવિવાર ૨૪ મેના રોજ એમ પી શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમના સૌજન્યથી દિવંગતની અંતિમ ઇચ્છાનુસાર તેમના નિકટતમ સબંધી જયદીપ તથા તેજશ રાઠોડ(દોહિત્ર) રહે. આણદાબાવા ચકલો જામનગરની સંમતિથી સ્વ. ધનલક્ષ્મીબહેન ચંદુલાલ રાણાનું સદગતિ બાદ દેહદાન પ્રાપ્ત થયું છે.
દેહદાન કારનારના આ પગલાંથી ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ ‘આયુર્વેદ’ને અભ્યાસ અને સંશોધન માટે વધું પ્રોત્સાહન અને તક ઉપલબ્ધ થશે. ITRA ખાતે આયુર્વેદ ક્ષેત્રમાં કાર્યરત રચના શરીર વિભાગ છે જેમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ચિકિત્સક સંશોધન અને પ્રાયોગિક કાર્યો માટે સ્વ. ધનલક્ષ્મીબહેન ચંદુલાલ રાણા એ આપેલું મહાદાન મહામૂલું સાબિત થશે.
ITRA જામનગરના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીની સૂચનાથી રચના શરીર વિભાગના વડા પ્રો. કલ્પના રાજે અને સ્ટાફ દ્વારા દિવંગતને દેહદાન માટે ભાવપૂર્વક નમન કરી અને શ્રધ્ધાંજલિ વ્યક્તિ કરવામાં આવી હતી અને આયુર્વેદ સંશોધન માટે આપવામાં આવેલું દેહદાન ખારાં અર્થમાં ઉપયુક્ત સાબિત થશે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ મૃત્યુ બાદ દેહદાનની ઈચ્છા ધરાવતા હોય તો ITRA જામનગર ખાતે રચના શરીર વિભાગમાં સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન અને માહિતી મેળવી શકે છે તેમજ આયુર્વેદ વિકાસમાં પોતાનું અનેરૂ યોગદાન આપી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
