જળમાર્ગ પર નિયંત્રણ જાળવી રાખવાની ઈરાનની સેનાની નીતિ સામે અમેરિકી પ્રમુખને વાંધો
યુદ્ધવિરામની જાહેરાત બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ અંગે વધુ એક ગર્જના કરી છે. તેમણે કહ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર તા ટેન્કરો પાસેથી ફી વસૂલ કરી રહ્યું છે. ઈરાને તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ.તેમને વધુમાં કહ્યું કે ઈરાની સેનાની આવી જીદ વ્યાજબી નથી આ આપના કરારનો ભાગ નથી જ. બીજી તરફ ઈરાની અને યુએસ પ્રતિનિધિમંડળો વચ્ચે ૧૧ એપ્રિલે પાકિસ્તાનમાં બેઠક યોજાવાની છે. પાકિસ્તાને આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે ઈરાનની જીદના પગલે આ બેઠક યોજાશે કે કેમ તે અનિર્ણિત છે. વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ૩૦ સભ્યોની યુએસ ટીમ ઇસ્લામાબાદ પહોંચી છે. નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે યુરોપિયન સરકારોને જણાવ્યું છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે નક્કર પ્રતિબદ્ધતાઓ ઇચ્છે છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધને અટકાવનાર યુદ્ધવિરામની અસરકારકતા પર શંકા કરતા હોય તેવું લાગી રહ્યું છે. તેમણે લખ્યું, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ પસાર વાની મંજૂરી આપીને ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યું છે. આ આપણા કરાર અનુસાર ની.એવા અહેવાલો છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ટેન્કરો પાસેથી ફી વસૂલ કરી રહ્યું છે. તેમણે આ ન કરવું જોઈએ, અને જો તેઓ આવું કરતા હોય, તો તેમણે હવે બંધ કરી દેવું જોઈએ.વ્હાઇટ હાઉસ સતત યુદ્ધવિરામ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનું સર્મથન કરે છે, પરંતુ ટ્રમ્પ કહે છે કે તેઓ ઈરાનની સેનાનો વિરોધ કરે છે, જે જળમાર્ગ પર નિયંત્રણ જાળવી રાખે છે, અને પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલીને આવક વધારવાના ઈરાનના પ્રયાસનો વિરોધ છે અને રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
