જામનગર શહેર-જીલ્લામાં ૨૨ પોલીસકર્મીઓની આંતરીક બદલી
જીલ્લા પોલીસવડા સૈની દ્વારા બદલીનો ગંજીફો ચિપાયો
જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા શહેર જીલ્લામાં ફરજ બજાવતા ૨૨ પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
એસપી દ્વારા ગઇકાલે અલગ અલગ પોલીસ મથક અને હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીઓ સહિતના ૨૨ની આંતરીક બદલી કરવામાં આવી હતી જેમાં હેડ કવાર્ટરના પી.સી. રાહુલ મકવાણાને સીટી-બીમાં, હેડ કોન્સ મનહરસિંહ જાડેજાને લાલપુર, કાલાવડના જયપાલસિંહ જાડેજાને લાલપુર, બેડી મરીનના આશાબેનને એલઆઇબીમાં, પંચ-એના જયસુખ રાઠોડને ધ્રોલ, પંચ-એના ભાવેશ લાંબરીયાને જોડીયા, હેડ કવાર્ટરના રવિન્દ્રસિંહને સીટી-બીમાં, લગધીરસિંહને પેરોલ ફર્લો સ્કવોડમાં, મહેન્દ્રસિંહને સિકકા ખાતે નિમણુંક આપવામાં આવી છે.
આ ઉપરાંત સીટી-એ ડીવીઝનના વિક્રમસિંહ જાડેજાને મેઘપર, કાલાવડ ગ્રામ્યના શહેનાઝબેનને એલઆઇબી, ટ્રાફિક શાખાના જયદીપકુમારને ધ્રોલ, મહિલા પોલીસ સ્ટેશનના ઇલાબેનને એર સિકયુરીટી, બેડી મરીનના વર્ષા સોલંકીને કમાન્ડ કંટ્રોલ સેન્ટર, શેઠવડાળાના બ્રિજરાજસિંહને લાલપુર વિભાગ અને લાલપુરના માધુરીબેનને બેડી મરીન ખાતે ઉપરાંત જામજોધપુરના ભરતસિંહ કયોરને પોલીસ કંટ્રોલ રૂમ, મહિલા પોલીસ સ્ટેશનના મયુરીબનને કમાન્ડ કંટ્રોલ, સીટી-બીના સીમાબેનને કમાન્ડ કંટ્રોલ સેન્ટર, શેઠવડાળાના દિનેશકુમારને સીટી-એમાં અને સીટી-એના રવિન્દ્રસિંહને રીડર શાખામાં તેમજ જામજોધપુરના લીલા કરંગીયાને લાલપુર વિભાગ ડીવાયએસપી કચેરી ખાતે મુકવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
