ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) જામનગર ખાતે ‘ઇન્ડસ્ટ્રી મીટ’ નું આયોજન કરાયુ

  • July 23, 2026 07:02 AM 
  

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) જામનગર ખાતે ‘ઇન્ડસ્ટ્રી મીટ’ નું આયોજન કરાયુ

તાલીમાર્થીઓને એપ્રેન્ટિસશિપ અને રોજગારીની શ્રેષ્ઠ તકો પુરી પાડવા સંસ્થા અને ઉદ્યોગો વચ્ચે સહયોગ મજબૂત કરવા ચર્ચા કરાઈ

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર તથા Dual VET ના સંયુક્ત ઉપક્રમે ‘ઇન્ડસ્ટ્રી મીટ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના માધ્યમથી જામનગર જિલ્લાની ITI ના તાલીમાર્થીઓને ઓન-ધ-જોબ ટ્રેનિંગ, એપ્રેન્ટિસશિપ તેમજ ગુણવત્તાસભર રોજગારીની તકો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે ઉદ્યોગો સાથે સચોટ સંકલન અને સહયોગ સ્થાપિત કરાયો હતો. આ ઉપરાંત, વર્તમાન સમયમાં ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ કુશળ અને સક્ષમ માનવબળ તૈયાર કરવા માટે સંસ્થા અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ સુદ્રઢ બનાવવાના વિવિધ વિષયો પર સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.


આ બેઠકમાં નોડલ અને ITI ના પ્રિન્સિપાલ રાજેશ ત્રિવેદી, જિલ્લાની તમામ ITI ના પ્રિન્સિપાલો તેમજ અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉદ્યોગજગતના પ્રતિનિધિ તરીકે જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના લાખાભાઈ કેશવાલા તથા એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેક્ટરે ખાસ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે Dual VET તરફથી સાઈબલ આદક તથા રાજ્યના અન્ય અધિકારી-કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application