જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાના વયનિવૃત્તિ પ્રસંગે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાની લાંબી અને નોંધપાત્ર સરકારી સેવાનો કાર્યકાળ પૂર્ણ કરતા વયનિવૃત્તિના અવસરે એક સકારાત્મક પહેલરૂપે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેક્ટરએ પોતાના સેવાકાળ દરમિયાન જિલ્લાના સર્વાંગી વિકાસ, પારદર્શિતા અને લોકોમુખી વહીવટ માટે કરેલા પ્રયત્નોની સૌએ પ્રશંસા વ્યક્ત કરી હતી.
ઘોડિયાઘર (બાળ સંભાળ કેન્દ્ર)ના પ્રારંભથી કામકાજ કરતી માતાઓને ખાસ સહાય મળશે અને બાળકોને સુરક્ષિત અને સંવેદનશીલ વાતાવરણમાં સંભાળની સુવિધા ઉપલબ્ધ થશે. અહીં બાળકો માટે મનોરંજનના સાધનો, બેડ અને પારણાંની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પહેલ મહિલાઓના સશક્તિકરણ અને કામકાજમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપતી સાબિત થશે.
આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી શારદા કાથડ, અધિકારીઓ, કર્મચારીઓ, બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
