દ્વારકા : વાચ્છુ ગામે સોમવારે ભવ્ય અન્નકૂટ મહોત્સવ

  • April 15, 2026 07:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા : વાચ્છુ ગામે સોમવારે ભવ્ય અન્નકૂટ મહોત્સવ


વૈશાખ સુદ ત્રીજનાં પવિત્ર દિવસે વાચ્છુ ગામે ખાતે સિકોતરે માતાજીનાં મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જગાદાદાના પવિત્ર સાનિઘ્યમાં વૈદિક હવન તેમજ ઓખા મંડળ તથા બારાડી વિસ્તારના સમસ્ત લોહાણા મહાજન ઉભી ધામ (મહાપ્રસાદ) ત્રિવિધ પાવન અનુષ્ટાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૪.૩૦ વાગ્યે બીડુ હોમાશે અને મહાપ્રસાદીનો સમય ૭ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. 


તા.૨૦-૪-૨૬ સોમવાર વૈશાખ સુદ ત્રીજના રોજ સીકોતેર માતાજીનાં પાવન ચરણોમાં યોજાનાર અન્નકૂટ મહોત્સવ તથા યજ્ઞને સફળ બનાવવા શરદભાઇ વિઠ્ઠલાણી, મનસુખભાઇ વિઠ્ઠલાણી, ધવલભાઇ વિઠ્ઠલાણી અને વિજયભાઇ વિઠ્ઠલાણી સહિતની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application