જામજોધપુરના મોટી ગોપ નજીક સ્કોર્પીયોમાંથી શરાબનો જંગી જથ્થો ઝડપાયો

  • July 13, 2026 06:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુરના મોટી ગોપ નજીક સ્કોર્પીયોમાંથી શરાબનો જંગી જથ્થો ઝડપાયો


ચાલક સહિતના ફરાર : ૧૮.૯૪ લાખનો મુદમાલ કબ્જે : સમર્પપણ સર્કલ, ગુરૂદ્વારા ચોકડી અને હરીયા રોડ પરથી દારૂ-બિયર સાથે ત્રણની અટક


જામજોધપુરના મોટી ગોપ નજીક સ્કોર્પીયો કારમાંથી ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો, પોલીસે કુલ ૧૮.૯૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે નાશી જનાર ચાલક સહિતના સામે ફરીયાદ કરવામાં આવી છે. તેમજ શહેરના હરીયા સ્કુલ રોડ પરથી એક શખ્સને બાઇકમાં દારૂના ચપલા લઇને નીકળતા દબોચી લીધો હતો. તેમજ સમર્પણ સર્કલ આગળ દારૂ સાથે એકની અટક કરવામાં આવી હતી, જયારે ગુરૂદ્વારા ચોકડી રોડ પર બિયર સાથે એક ઝપટમાં આવ્યો હતો. 


જામજોધપુરના પીઆઇ એન.બી. ચૌહાણની સુચનાથી સ્ટાફ કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મોટી ગોપ નજીક સ્કોર્પીયો કાર નં. જીજે૮-ડીજી-૦૦૦૪માં તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૫૮૮ બોટલ કિ. ૨.૯૪ લાખ અને ૧૬ લાખની કાર મળી કુલ ૧૮.૯૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો, આરોપી ફરાર થઇ ગયો હતો.


આ અંગે જામજોધપુરના કોન્સ. અશોકભાઇ ગાગીયા દ્વારા સ્કોર્પીયો કારના ચાલક, દારૂ મંગાવનાર અને મોકલનારની સામે પ્રોહીબીશન મુજબ ફરીયાદ નોંધીને ગાડી નંબરના આધારે તપાસ લંબાવી છે.


બીજા દરોડામાં જામનગરના જનતા ફાટક પાસે રહેતા રાજેશ સુખલાલ સીતાપરાને જયુપીટર બાઇક નં. જીજે૧૦ઇએફ-૬૦૭૦માં ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીના ૪૦ ચપટા મળી કુલ ૩૮૮૧૪ના મુદામાલ સાથે હરીયા સ્કુલ રોડ પરથી પોલીસે પકડી લીધો હતો.

​​​​​​​

ત્રીજા દરોડામાં શહેરના તિ‚પતી યોગેશ્ર્વરધામ વિસ્તારમાં રહેતા વિજય લાલા યાદવને ઇંગ્લીશ દારૂના ૪ ચપલા સાથે સમર્પણ સર્કલથી આગળ દબોચી લીધો હતો, જયારે ગુરૂદ્વારા ચોકડી શેરી નં. ૩, પ્રેરણા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬માં રહેતા સુમિત અશોક આહુજાને બિયરના ૪ ટીન સાથે ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application