ખંભાળીયા: શહેરને લીલુંછમ બનાવવા ગ્રીન ખંભાળીયા સંસ્થા બે વર્ષથી કાર્યરત

  • June 12, 2026 08:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: શહેરને લીલુંછમ બનાવવા ગ્રીન ખંભાળીયા સંસ્થા બે વર્ષથી કાર્યરત

ગ્રીન ખંભાળિયા દ્વારા મહાપ્રભુજી નગર ખાતે વૃક્ષારોપણ સાથે ઉજવણી કરાઈ

ખંભાળીયા શહેર અને તેની આજુબાજુના વિસ્તારોને લીલાછમ અને હરિયાળા બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે સ્થપાયેલી ગ્રીન ખંભાળીયા સંસ્થાએ પોતાના સફળતાપૂર્વકના બે વર્ષ પૂર્ણ કર્યા છે. આ દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે સંસ્થા દ્વારા શહેરના મહાપ્રભુજી નગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે ગ્રીન ખંભાળીયાની ટીમ ડો.પડિયા, પરબતભાઈ ગઢવી, ઇન્દ્રજીતસિહ પરમાર,ડો.રિધ્ધિશ પડીયા, કિશોરભાઈ ભાયાણી, ડો અમિત નકુમ,ડો. સાગરભૂત ,દિવ્યેશ.મોદી,નિમિષાબેન નકુમ, ચંદા મોદી,નિકિતાબેન મજીઠીયા, તેમજ સંદીપભાઈ બેરા, શૈલેષભાઈ કણજારીયા, કીરીટભાઈ ખેતીયા, બહાદુરસિંહ સિંધા ,સુરેશ નકુમ,પ્રકાશભાઈ કણઝારીયા ડો .ઉત્સવ પડિયા મહાપ્રભુજી નગરના સ્થાનિક આગેવાનો સહિત શહેરના અનેક અગ્રણીઓ અને પર્યાવરણ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application