ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત, જામનગર દ્વારા તા. 23 માર્ચ 2026ના રોજ શહીદ દિવસ નિમિત્તે એક ભવ્ય પદયાત્રાનું રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગવર્નમેન્ટ પોલીટેકનિક કૉલેજ થી બેડેશ્વર રોડ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ સુધી યોજાયેલી પદયાત્રામાં જામનગર જિલ્લાના વિવિધ સ્વયંસેવકો, નૌસેના અને આર્મી એનસીસી કેડેટ્સ તેમજ વિવિધ કોલેજોના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને અને શહીદોના બલિદાનને યાદ રાખવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
પદયાત્રા દરમિયાન દેશપ્રેમના નારા ગુંજ્યા અને ભાગ લેનાર યુવાનોમાં અનોખો જુસ્સો જોવા મળ્યો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, જવાબદારી અને શહીદો પ્રત્યે આદરની ભાવના વિકસાવવાનો રહ્યો.
આ આયોજન જામનગર જિલ્લાના જિલ્લા યુવાધિકારી શ્રી સ્વરૂપ દેશભ્રતાર ની માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું અને તેમાં જોડાયેલા તમામ યુવાનો તથા સહયોગીઓનો મેરા યુવા ભારત, જામનગર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
