સરકારે વાહનો ઓછા વાપરવા સુચના આપી: જામનગર કોર્પોરેશનમાં તેનો અમલ કયારે?

  • May 14, 2026 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારે વાહનો ઓછા વાપરવા સુચના આપી: જામનગર કોર્પોરેશનમાં તેનો અમલ કયારે?

કેટલાક અધિકારીઓ વાહનોનો બેફામ ઉપયોગ કરતા હોવાની પણ રાવ: કંટ્રોલ જરૂરી 

રાજયના મુખ્યમંત્રીએ ખુદ વડાપ્રધાનની અપીલ બાદ પોતાની સુરક્ષામાં ઘટાડો કરી નાખ્યો છે એટલુ જ નહી  ગઇકાલે રાજુલાના એક કાર્યક્રમમાં માત્ર પાંચ ગાડીઓ સાથે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. પરંતુ જામનગર મહાનગરપાલિકામાં કેટલાક વાહનોનો દૂરઉપયોગ થતો હોવાની ફરીયાદો ઉઠી છે ત્યારે કોર્પોરેશનમાં પણ વાહનો ઘટાડવા જરૂરી છે. 

ભૂતકાળમાં જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ પણ પોતાની રીતે જામનગરની બહાર પણ કોર્પોરેશનના વાહનોનો ઉપયોગ કરતા હતા અત્યારે કેટલક અધિકારીઓ પણ પ્રકારે ઉપયોગ કરતા હોય ત્યારે ખર્ચ ઘટાડવો જ‚રી છે અને મ્યુ.કમિશ્નરે તાત્કાલિક અસરથી વાહનોનો ઉપયોગ ઘટાડવો જોઇએ વડાપ્રધાને સુરક્ષા કાફલામાં ઘટાડો કરવા સુચન કર્યા બામદ રાજયપાલે તો પોતાનો કાફલો ઘટાડી નાખ્યો છે એટલુ જ નહી તેઓ એસટીમાં પણ મુસાફરી કરશે તેવુ કહ્યુ છે તેવી જ રીતે રાજયમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયાએ પણ ખર્ચમાં ઘટાડો કર્યો છે હવે મંત્રીઓએ પણ વીવીઆઇપી કલ્ચરથી દૂર કરી સામાન્ય નાગરીકની જેમ કાર્યક્રમમાં જવા માટે નીકળવુ જોઇએ ત્યારે જામનગર કોર્પોરેશન અને જીલ્લા પંચાયતમાં પણ અધિકારીઓ અને પદાધીકારીઓએ પણ પોતાની રીતે ખર્ચ ઘટાડવા આગળ આવવુ જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application