ખંભાળિયામાં સ્કૂટર અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવી લીધો
ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર નરશી ભુવનની પાછળ રહેતા સાજીદભાઈ ઈશાકભાઈ ખીરા નામના ૩૨ વર્ષના સુમરા યુવાન તેમના મિત્ર સોકત નુરમામદભાઈ ભગાડ સાથે ગઈકાલે મંગળવારે સાંજના સમયે મોટરસાયકલ નંબર જી.જે. ૩૭ એલ. ૪૩૭૬ પર બેસીને પશુ માટે ઘાસચારો લેવા માટે કોટા બાજુના ગામડામાં જવા નીકળ્યા હતા.
આ બંને યુવાનો અત્રે ગાયત્રીનગર પોલીસ લાઈન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર આવી રહેલા એક એક્ટિવા સાથે સામાન્ય અકસ્માત થયો હતો. જેથી ઉશ્કેરાયેલા એક્ટિવા ચાલકે તેમને બિભત્સ ગાળો કાઢી, સાજીદભાઈનું ગળું દબાવી દીધું હતું. જેથી તેઓએ ગળુ છોડાવવાનો પ્રયત્ન કરતા બંને પટકાઈ પડ્યા હતા. ત્યાર બાદ એક્ટિવા ચાલકે સાજીદને ઢીકાપાટુનો માર મારી, ગળામાં પહેરેલો આશરે રૂપિયા એક લાખની કિંમતનો દોઢેક તોલા જેટલો સોનાનો ચેન ઝૂંટવીને તોડી નાખ્યો હતો.
આ પછી સાજીદને તેના મિત્ર સોકતે વધુ મારથી છોડાવી અને એક્ટિવા ચાલકને ચેન પાછો આપી દેવાનું કહેતા એક્ટિવા ચાલકે કહ્યું હતું કે "ચેન વગર જતા રહો. નહીંતર બંનેને જીવતા નહીં છોડુ"- તેવી ધમકી આપી હતી.
આ એક્ટિવા ચાલકનું નામ દીપક હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે સાજીદ ઈશાકભાઈ ખીરાની ફરિયાદ પરથી દીપક નામના ચાલક સામે બંને યુવાનોને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
