ખંભાળિયા: કલ્યાણપુરમાં કથિત પ્રેમ સંબંધ અંગે પિતાના ઠપકાથી યુવતીએ ઝેરના પારખા કર્યા

  • May 08, 2026 08:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: કલ્યાણપુરમાં કથિત પ્રેમ સંબંધ અંગે પિતાના ઠપકાથી યુવતીએ ઝેરના પારખા કર્યા

કલ્યાણપુર તાલુકામાં રહેતી ભારતીબેન નામની આશરે ૨૨ વર્ષની એક યુવતી છેલ્લા ત્રણેક વર્ષથી એક ખાનગી કંપનીમાં મજૂરી કામ માટે જતી હતી. આ દરમિયાન આ કંપનીમાં કામ કરતા અન્ય એક યુવાન સાથે તેણીનો મનમેળ થઈ ગયો હતો. આ પછી યુવતી તેમજ યુવક એકબીજા સાથે ફોનમાં વાતચીત કરતા હતા.

આ અંગેની જાણ યુવતીના પિતાને થઈ જતા તેમણે યુવતી પાસેથી તેણીનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. ત્યાર બાદ તેણીને યુવાન સાથે કોઈ સંપર્ક રહ્યો ન હતો. આ પછી પણ યુવતી ખાનગી કંપનીમાં મજૂરી કામ માટે જતી હોય, જેથી તેણીના પિતાને શંકા જતા અવારનવાર એવો કહેતા હતા કે તું આ છોકરાને મળીશ નહીં.

આ પ્રકારની શંકાથી વ્યથિત એવી ભારતીબેનને મનમાં લાગી આવતા તેણીએ ગત તા. ૬ ના રોજ પોતાના ઘરે રહેલી જંતુનાશક દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application