ગાયત્રી શક્તિ પીઠ દ્વારકા ખાતે તા ૧૭મેના વિનામૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

  • May 14, 2026 04:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાયત્રી શક્તિ પીઠ દ્વારકા ખાતે તા ૧૭મેના વિનામૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારકા અને ઈટ્રા (આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન) આયુષ મંત્રાલય ભારત સરકારનાં સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ મે ને રવિવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી વિનામૂલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી મંદિર દ્વારકામાં કરવામાં આવ્યું છે.

અહીં નવા-જૂના તમામ પ્રકારનાં દરદીઓને નિદાન કરીને આયુર્વેદ દવાઓ જામનગરની ઈટ્રા સંસ્થા તરફથી આપવામાં આવશે.

આ કેમ્પમાં વિવિધ રોગોનાં ડૉક્ટરો દ્વારા જરૂરી સારવાર-સલાહ- સુચનો તથા માર્ગદર્શન આપવામાં આવશે જ સાથોસાથ આયુર્વેદની પ્રખ્યાત “પંચકર્મ સારવાર” વિશે પણ માહિતી આપવામાં આવશે.

તો ઓખામંડળ તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં જરૂરિયાત ધરાવતાં દરદીઓએ કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application