સલાયામાં જુગાર રમતા ચાર શખ્સોની અટકાયત

  • July 08, 2026 07:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં જુગાર રમતા ચાર શખ્સોની અટકાયત

૧૧ હજારની રોકડ, ૩ મોબાઇલ અને સાહિત્ય જપ્ત

સલાયા મરીન પોલીસ પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ જોગલ,વિપુલભાઈ ડાંગર અને કરણભાઇ સોંદરવાને સંયુક્ત રીતે બાતમી મળેલ કે સલાયા તળાવની પાળ પાસે અમુક  ઇસમો જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી અને પૈસાની હારજીત કરે છે.

જે અનુસંધાને બે પંચોને સાથે રાખી સલાયા મરીન પોલીસ દ્વારા રેઇડ કરતા ત્યાં ચાર ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા ત્યાં રોકડા ૧૧૦૮૦ રૂપિયા તેમજ મોબાઇલ નંગ ૩ જેની કિંમત ૨૦૦૦૦ તથા જુગાર રમવાના સાધનો સાથે કુલ રૂપિયા ૩૧૦૮૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 
​​​​​​​
આ કામગીરી દ્વારકા જિલ્લા એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસના પીઆઇ જે.એમ.ચાવડા તેમજ એએસઆઈ સંજયભાઈ બરારીયા, હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ જોગલ,વિપુલભાઈ ડાંગર, ઓમદેવસિંહ જાડેજા, કરણભાઈ સોંદરવા,સિદ્ધાર્થભાઇ સોલંકી વગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application