જામનગર: મદીરાની મહેફીલ માણતા ચાર શખ્સ ઝડપાયા

  • June 16, 2026 08:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મદીરાની મહેફીલ માણતા ચાર શખ્સ ઝડપાયા

જમીન, મકાનનો ધંધાર્થી સતત બીજા દિવસે પીધેલો પકડાયો: કાર અને બોટલ, ગ્લાસ કબ્જે : અન્ય સ્થળેથી ૩ ડમડમ હાલતમાં મળી આવ્યા

જામનગરમાં પોલીસ દ્વારા કોમ્બીંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન શખ્સો ઝપટે ચડતા કાયદેસરની કાર્યવાહી કરી હતી, પોટરી ગલી પાસે કારમાં મદીરાની મહેફીલ માણી રહેલા ચાર શખ્સની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત મયુરનગર, સિકકા અને શેઠવડાળા વિસ્તારમાં ૩ પીધેલા પકડાયા હતા. 

શહેરના સીટી-બી ડીવીઝનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ૩ દરવાજા નજીક પહોચતા પોટરીવાળી ગલીમાં કારમાં અમુક ઇસમો દારૂની મહેફીલ કરે છે જેવી બાતમીના આધારે દરોડો પાડીને મહેફીલ માણતા મયુરબાગમાં રહેતા અશોક દેવશી અકબરી, મયુરગ્રીનમાં રહેતા મનોજ રમણીક તાળા, પવનચકકી પાસે રહેતા રાજેશ રણમલ ડાંગર અને મેહુલનગર ૮૦ ફુટ રોડ ખાતે રહેતા પ્રકાશ પ્રફુલ ટાંકને દબોચી લીધા હતા તેની પાસેથી ૧૦૦ મીલી વિદેશી દારુ, ૪ ગ્લાસ, વેફરના તોડેલ પેકેટ અને કાર નં. જીજે૧૦ઇએચ-૦૭૮૪ જેની કિ. ૬.૫૦ લાખ સાથે પકડાઇ ગયા હતા આથી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બે દિવસના સમયગાળામાં અશોક અકબરી નામનો શખ્સ બીજી વખત ડમડમ હાલતમા પોલીસની ઝપટમાં આવ્યો હોવાનુ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત ખારાબેરાજા ગામના સતિષ ગોવિંદ મકવાણાને કેફી પીણું પીધેલી હાલતમાં સ્પ્લેન્ડર બાઇક સર્પાકાર રીતે ચલાવીને મયુરનગર વામ્બે આવાસ રોડ પરથી નીકળતા પકડી લીધો હતો તથા સિકકામાં રહેતા દાઉદ આમદ ગંઢારને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં બાઇક લઇને ડીસીસી ગેઇટ રોડ પરથી નીકળતા પકડી લીધો હતો. આ ઉપરાંત શેઠવડાળામાં રહેતા ખીમજી રમેશ રાઠોડને પીધેલી હાલતમાં સ્કોર્પીયો ગાડી ચલાવીને ભરડીયાની ધાર પાસેથી નીકળતા સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ચેકીંગ કાર્યવાહીમાં શખ્સો ઝપટમાં આવ્યા હતા. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application