↵
જામનગરમાં વિદેશી શરાબના જથ્થા સાથે ચાર શખ્સની ધરપકડ
જામનગર શહેર, જીલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં દેશી વિદેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા જેમા ૪ શખ્સો પકડાયા હતા, જયારે બે સ્થળે દેશી દારૂ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી, હાપા વિસ્તાર આવાસ ગેઇટ પાસે કારમાંથી શરાબની ૭૨ બોટલ મળી આવતા એક શખ્સની અટક કરી ૩.૮૬ લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો, ઉપરાંત બેઠક રોડ, રાજીવનગર અને રણજીતનગર, વેરાવળમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગર એલસીબીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે સંયુકત બાતમી આધારે હાપામાં વર્કશોપની બાજુમાં આવેલ રંગમતી આવાસના ગેઇટ પાસેથી અહીં આવાસ વિંગ સી-૩ બ્લોક ૬૦૩માં રહેતા વિવેક જયરાજ ચૌહાણ નામના શખ્સના કબ્જાની સ્વીફટ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૨ બોટલ કિ. ૮૬૪૦૦ તથા મોબાઇલ અને ગાડી મળી કુલ ૩.૮૬.૯૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. આરોપીને દારૂ સપ્લાય કરનાર જામનગરના માનવ રાઠોડનું નામ ખુલતા તેને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અન્ય દરોડામાં જામનગર નજીક નાઘેડી ગામ સિઘ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા અશોક દાના ગમારા નામના શખ્સને શરાબના ૨૫ ચપટા લઇને નીકળતા મહાપ્રભુજીની બેઠક રોડ પરથી સીટી-એ પોલીસે પકડી લીધો હતો, જયારે એરફોર્સ રોડ ન્યુ ઇન્દીરા કોલોની શેરી નં. ૪માં રહેતા જયેશ ઉર્ફે ભીખુ સાજણ પીંગળ નામના શખ્સના મામાના દિકરાના ભોગવટાના રાજીવનગરમાં આવેલા મકાનમાં દારૂ રાખ્યો હોવાની હકીકત આધારે સીટી-સી પોલીસે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન ઇંગ્લીશ દારૂની ૧૩ બોટલ અને મોબાઇલ સાથે જયેશને પકડી લીધો હતો. તેની સામે પ્રોહી મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ રણજીતનગર નવો હુડકો બ્લોક ૨૫માં રહેતા ભવદીપસિંહ મહિપતસિંહ વાળાના ભોગવટાના મકાનમાંથી ૧૨ બોટલ ઇંગ્લીશ દારૂની મળી આવતા પકડી લીધો હતો.
આ ઉપરાંત વુલનમીલ ફાટક બાવરીવાસમાં રહેતી જયોતીબેન વિક્રમ પરમારના રહેણાંક ઝુપડેથી ૧૦ લીટર દેશી દારૂ, ૭૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા તેમજ જામજોધપુરના વેરાવળ ગામમાં રહેતા ઇમરાન ઉર્ફે પાલો આમદ રાવકરડા નામનો શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે જે હકીકત આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી ૪૦૦ લીટર આથો , ભઠ્ઠીના સાધનો કબ્જે લીધા હતા જયારે આરોપી હાજર મળી આવ્યો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
