મતદાર પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા ચૂંટણી પંચના અધિકૃત પોર્ટલનો ઉપયોગ કરી શકશે
ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે.
રજૂ થયેલા હક્ક-દાવા અને વાંધાઓની સઘન સુનાવણી બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી આ યાદીમાં જિલ્લામાં કુલ ૧૦,૮૫,૦૩૨ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં ૫,૬૧,૮૫૮ પુરુષો, ૫,૨૩,૧૬૧ મહિલાઓ અને ૧૩ અન્ય (ત્રીજી જાતિ)ના મતદારો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ બાદ હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન કુલ ૨૧,૪૧૨ નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેવા મતદારોની પણ આખરી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને તેની નકલ માન્ય રાજકીય પક્ષોને સુપરત કરવામાં આવી છે.
વિધાનસભા મતદાર વિભાગવાર વિગતવાર આંકડા
જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારોમાં મતદારોનું વિભાજન જોતા, ૭૬-કાલાવડ (અ.જા.) બેઠક પર ૨,૧૨,૮૪૫, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૨,૩૬,૯૧૯, ૭૮-જામનગર (ઉત્તર)માં ૨,૩૧,૭૯૫, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૧,૯૦,૪૯૮ અને ૮૦-જામજોધપુર બેઠક પર ૨,૧૨,૯૭૫ મતદારો નોંધાયા છે.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ મતદાર પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ચૂંટણી પંચના અધિકૃત પોર્ટલ https://electoralsearch.eci.gov.in/ નો ઉપયોગ કરી શકે છે. જો કોઈ મતદાર નોંધણી અધિકારીના હુકમથી સંતુષ્ટ ન હોય, તો તેઓ હુકમની તારીખથી ૧૫ દિવસની મર્યાદામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરશ્રીને રૂબરૂ અથવા https://voters.eci.gov.in/ પર ઓનલાઈન અપીલ કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
