રાજ્યભરના તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત વડીલો અને સમાજસેવી ને "સિપાહી રત્ન એવોર્ડ" અને "સિપાહી ગૌરવ એવોર્ડ" થી નવાજવામાં આવ્યા.
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વસતા ઈમાનદાર, વફાદાર અને શાંતિપ્રિય એવા રાષ્ટ્રવાદી સિપાહી સમાજની ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવતાં, જામનગર શહેર સિપાહી સમાજ દ્વારા ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ હોલ, જામનગર ખાતે રાજ્ય કક્ષાનો વિદ્યાર્થી સન્માન અને ભવ્ય એવોર્ડ અભિવાદન સમારંભ યોજાયો હતો. રાજ્યભરના 150 થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થી ઓને મંચ પર સન્માનિત કરી તેમના ભાવિ સફળતાની શુભેચ્છા આપવામાં આવી હતી. સાથે જ સમાજની સેવા માટે જીવન સમર્પિત કરનાર વડીલોને "સિપાહી રત્ન એવોર્ડ" અને સમાજને વિવિધ ક્ષેત્રમાં ગૌરવ અપાવનાર વડીલો, બહેનો અને યુવાનોને "સિપાહી ગૌરવ એવોર્ડ"થી નવાજવામાં આવ્યા હતા.
આ ભવ્ય કાર્યક્રમનું માર્ગદર્શન જાણીતા ટેલિવિઝન મીડિયા જર્નાલિસ્ટ અને અખિલ ગુજરાત સિપાહી સમાજના ટ્રસ્ટી જનાબ હનીફ ખોખરે સંભાળ્યું હતું. સમારંભનું ઉદઘાટન મનપાના કોર્પોરેટર અને સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અલ્તાફભાઈ ખફી એ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જનાબ યુસુફભાઈ પરમાર (મુંબઈ), જવાબ ડૉ. અલ્તાફભાઈ રાઠોડ (પોરબંદર), જનાબ મોઝમખાન પઠાણ (ONGC, મહેસાણા), જનાબ અબ્દુલ કાદર ચૌહાણ (રાજકોટ), જનાબ મંજૂરભાઈ કુરેશી (વેપારી તથા દાતા), જનાબ ઝાહિદ ફૈઝ ખોખર (SBI, અમદાવાદ) અને માન. અશોકભાઈ જોશી (જામનગર) સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને વિશિષ્ટ બનાવવા જુદા જુદા જિલ્લાઓમાંથી પધારેલા આગેવાનો જેમ કે સુહૈલ અહેમદ સિદ્દીકી (જૂનાગઢ), રૂસ્તમભાઈ રાઠોડ (સુરત), રેહાનખાનજી બાબી (જૂનાગઢ), યુનુસભાઈ ચૌહાણ (ધોરાજી), શબ્બીરભાઈ કુરેશી (રાજકોટ), રાજુભાઈ ચૌહાણ (વેરાવળ), ઇમરાનભાઈ ચૌહાણ (સુરેન્દ્રનગર) અને સાદીકભાઈ ખોખર (સુરેન્દ્રનગર) ઉપસ્થિત રહ્યા. મહિલા આગેવાનોમાં મોહતરમા રઝીયાબાનુ લોહાની (સુરત) તથા મોહતરમા રીઝવનાબેન ચૌહાણ (વેરાવળ) હાજર રહ્યા હતા.
જામનગરના આગેવાનો માંથી જનાબ ગુલામ દસ્તગીર શેખ (સેક્રેટરી, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ), જનાબ મહમદ હુસેનભાઈ કાજી (પ્રમુખ, આગાઝ ફાઉન્ડેશન), જનાબ નિઝામભાઈ સફિયા (ઉપપ્રમુખ, આગાઝ ફાઉન્ડેશન), જનાબ ડૉ. ખાલિદ કુરેશી, હાજી અલ્તાફભાઈ ઉસ્માનભાઈ શેખ (રિટાયર્ડ બેંક મેનેજર), જનાબ ડૉ. રઉફભાઈ કુરેશી (ગાયનેકોલોજિસ્ટ), જનાબ એડવોકેટ શાહબુદ્દીન શેખ (રિટાયર્ડ PSI) અને જાતે શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા આસિફભાઈ સમા ઉપસ્થિત રહ્યા હતા.
સિપાહી સમાજ ની સેવા કરનાર મર્હુમ વડીલોના પરિવારને મરણોત્તર “સિપાહી રત્ન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં મર્હુમ બુઢુભાઈ શાહભાઈ ખોખર (કુતિયાણા), મર્હુમ ફરીદભાઈ શાહભાઈ ખોખર (કુતિયાણા) અને મર્હુમ સુલેમાનભાઈ (સીલાભાઈ) હાજી હસનભાઈ રાઠોડ (પોરબંદર)ના પરિવારનો સમાવેશ થાય છે.
તે જ રીતે વિવિધ ક્ષેત્રોમાં સમાજનું નામ રોશન કરનાર વ્યક્તિઓને “સિપાહી ગૌરવ એવોર્ડ” અપાયાં હતાં. જેમાં જનાબ અબ્દુલ હબીબ મલેક (એરફોર્સ નિવૃત્ત અધિકારી, જૂનાગઢ), જનાબ ગફારભાઈ કુરેશી (વનસ્પતિ નિષ્ણાંત, રામરેચી), મોહતરમા જેબુન્નીશાબેન કુરેશી (બાગાયતી ખેતી નિષ્ણાંત, રામરેચી) અને જનાબ ડૉ. પરવેજ મલેક (Ph.D., બિઝનેસ મેનેજમેન્ટ, સુરત)વિગેરે નો સમાવેશ થાય છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદ ફાઉન્ડેશન – જામનગરના પ્રમુખ અઝીમ ખાન પઠાણ અને મુન્નાખાન પઠાણ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જામનગર શહેર સિપાહી સમાજના પ્રમુખ હુસૈનખાન પઠાણ, ઉપપ્રમુખ સલીમભાઈ શેખ, મહામંત્રી ઇનાયતખાન લોહાની, યુવા પ્રમુખ મોહમ્મદ રફીક મલેક, મંત્રી અબરાર અલી ધોરી (એડવોકેટ), ખજાનચી હુસેનભાઈ શેખ તથા કારોબારી સદસ્ય હાજી હારુનભાઈ ભટ્ટી, ઝાકીરભાઈ શેખ, હુસેનભાઈ કાસમભાઈ શેખ (અમી ગ્રૂપ), બશીરભાઈ સુમરા, મુશ્તાકભાઈ ગોરી, બશીરભાઈ મલેક અને સિરાજભાઈ મલેક એ વિશેષ યોગદાન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
