માહિતી કચેરી જામનગર દ્વારા માનસી ધારવિયાનું વિદાયમાન: PSI તરીકે નિમણૂક મળતા શુભેચ્છાઓ પાઠવાઈ
તા. 19 જુલાઈ 2026, જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા માનસીબેન ધારવિયાને કર્મચારીગણ તરફથી ભાવભીનું વિદાયમાન આપવામાં આવ્યું હતું.
માનસીબેનને તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સફળતા મળતા PSI તરીકે નિમણૂક મળી છે. જેના પગલે તેમને માહિતી ખાતાની સેવામાંથી મુક્ત કરાયા હતા.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક સોનલ જોષીપુરા, સહાયક નિયામક એચ.પી. ગોજીયા, વિરેન્દ્રસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ જાડેજા સહિત કચેરીના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માનસીબેન ધારવિયાને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે માનસીબેન ધારવીયાએ જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે તા. 17/10/2025 થી તા. 18/07/2026 સુધી સિનિયર ક્લાર્ક તરીકેની ફરજો બજાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
