NEET(UG) ના વિદ્યાર્થીઓ કોઈપણ અડચણ વગર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે જામનગર વહીવટી તંત્ર દ્વારા ખાસ બસોની સુવિધા ઉભી કરાઈ
વાલસુરા અને અલીયાબાડા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતેના પરીક્ષા કેન્દ્રો માટે એસ.ટી. ડેપોથી સવારે ૮:૦૦, ૯:૦૦ અને ૯:૩૦ કલાકે બસો ઉપલબ્ધ કરાવાશે
શહેરના અન્ય કેન્દ્રો જેવા કે કેન્દ્રીય વિદ્યાલય-૧, કેન્દ્રીય વિદ્યાલય-૨ અને ડીકેવી કોલેજ ખાતે પહોંચવા સીટી બસ એસ.ટી. ડેપોથી સવારે ૮:૩૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી સતત કાર્યરત રહેશે
આગામી તા. ૩ મે ના રોજ બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન યોજાનારી NEET(UG) ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સુચારુ રીતે અને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડ્યા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીની સૂચના મુજબ જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે ખાસ રૂટ વાઇઝ બસોની ફાળવણી કરવામાં આવી છે.
આ વ્યવસ્થા હેઠળ જામનગર એસ.ટી. વિભાગ દ્વારા વાલસુરા અને અલીયાબાડા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતેના પરીક્ષા કેન્દ્રો માટે એસ.ટી. ડેપોથી સવારે ૮:૦૦, ૯:૦૦ અને ૯:૩૦ કલાકે બસો ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત શહેરના અન્ય કેન્દ્રો જેવા કે કેન્દ્રીય વિદ્યાલય-૧ (એરફોર્સ સ્ટેશન-૧), કેન્દ્રીય વિદ્યાલય-૨ (ઇન્ફેન્ટ્રી લાઈન્સ) અને ડીકેવી કોલેજ ખાતે પહોંચવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સીટી બસ ફાળવવામાં આવી છે. આ બસ એસ.ટી. ડેપોથી સવારે ૮:૩૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી સતત કાર્યરત રહેશે અને નિર્ધારિત કેન્દ્રો પર વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવા માટે આયોજનબદ્ધ રીતે ટ્રીપ પૂર્ણ કરશે. વહીવટી તંત્રના આ સંકલિત પ્રયાસોને કારણે પરીક્ષાર્થીઓ કોઈપણ અવરોધ વગર અને માનસિક શાંતિ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
