​ 11 જુલાઈના રોજ ઓખા–એરનાકુલમ એક્સપ્રેસ રિશેડ્યુલ રહેશે

  • July 10, 2026 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​ 11 જુલાઈના રોજ ઓખા–એરનાકુલમ એક્સપ્રેસ રિશેડ્યુલ રહેશે

મુસાફરોની સુવિધા માટે જણાવવામાં આવે છે કે પરિચાલન (ઓપરેશનલ) કારણોસર ટ્રેન સંખ્યા 16337 ઓખા–એરનાકુલમ એક્સપ્રેસ, જે તારીખ 11 જુલાઈ, 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમય 06:45 કલાકે ઓખાથી ઉપડવાની હતી, તે હવે 17:00 કલાકે ઉપડશે. એટલે કે આ ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતાં 10 કલાક અને 15 મિનિટ મોડી રવાના થશે.

​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનને રિશેડ્યુલ કરવામાં આવી છે કારણ કે તેની લિંક રેક લઈને આવતી ટ્રેન સંખ્યા 16338 એરનાકુલમ–ઓખા એક્સપ્રેસ 17 કલાક કરતાં વધુ મોડી ચાલી રહી છે.

​મુસાફરોને વિનંતી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનની નવીનતમ સ્થિતિની માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત અવશ્ય લે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application