જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડયાના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કારોબારી બેઠક યોજાઈ
ગુજરાત હાઈકોર્ટના આદેશાનુસાર જામનગર જિલ્લામાં 'ગ્લૂ ટ્રેપ' ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ
ગ્લૂ ટ્રેપ પર પ્રતિબંધ અંગેની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વર્ષ ૨૦૨૬-૨૭ ની પ્રથમ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં અબોલ જીવો પ્રત્યે થતી ક્રૂરતા અટકાવવા અને વન્યજીવ તેમજ પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિઓને વેગ આપવા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા અંગે ભાર મૂકતા અધ્યક્ષ અને કલેક્ટર શ્રી પી.બી.પંડ્યાએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ઉંદર અને અન્ય જીવજંતુઓને પકડવા માટે વપરાતી જીવલેણ 'ગ્લૂ ટ્રેપ' ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તેમજ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રકારની કડક જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં, કલેક્ટરએ જિલ્લામાં પ્રાણી ક્રૂરતા સંદર્ભે મળતી ફરિયાદો પર વહીવટીતંત્રને ત્વરિત અને અત્યંત કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા સહિત સમિતિના અન્ય સરકારી અને બિનસરકારી સભ્યો, પશુપાલન વિભાગના અધિકારીઓ તેમજ પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના જરૂરી સૂચનો રજૂ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
