જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ
જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પારદર્શક પદ્ધતિથી કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં મતદાન માટે ૨૧૩૭ EVMની ફાળવણી કરાઈ
જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને અનુલક્ષીને જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂમ ખાતેથી ઈવીએમ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોંગરૂમમાંથી કડક સુરક્ષા વ્યવસ્થામાં EVM મશીનો બહાર કાઢી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા તમામ મતદાન મથકો માટે કુલ ૨૧૩૭ મશીનોની ફાળવણી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે કુલ ૪૭૪ ઈવીએમ, જામનગર જિલ્લા પંચાયત માટે કુલ ૮૦૮ ઈવીએમ, જામનગર તાલુકા પંચાયત માટે ૮૨૪ ઈવીએમ તથા સીક્કા નગરપાલિકા માટે ૩૧ ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડમાં કુલ ૪,૪૨,૮૨૯ મતદારો નોંધાયેલા છે, જેમના માટે ૪૧૪ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો અને ૬ તાલુકા પંચાયતની કુલ ૧૧૨ બેઠકો માટે ૭૧૨ મતદાન મથકો પર ૫,૨૬,૫૬૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તથા સિક્કા નગરપાલિકાના ૭ વોર્ડમાં ૨૨ મતદાન મથકો પર ૧૯,૪૦૯ મતદારો નોંધાયા છે.
જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક બનાવવામાં આવી છે.
EVM ફાળવણી સમયે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક સહીત ચૂંટણીલક્ષી કામગીરી માટે ફાળવેલ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
