જામનગરના નિલકંઠ પાર્કમાં રૂપિયાની ચિંતામાં વૃઘ્ધનો આપઘાત

  • May 06, 2026 07:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના નિલકંઠ પાર્કમાં રૂપિયાની ચિંતામાં વૃઘ્ધનો આપઘાત

જામનગરના નિલકંઠ પાર્કમાં રહેતા એક વૃઘ્ધે રૂપિયાની લેતી દેતીના ટેન્શનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. 

શહેરના નિલકંઠ પાર્ક શેરી નં. ૩, પ્લોટ નં. ૧ર માં રહેતા કિંતીકુમાર જીવાભાઇ વાયા (ઉ.વ. પ૬) નામના વૃઘ્ધને અમુક માણસોને રૂપિયા દેવાના હોય અને અમુક પાસેથી લેવાના હોય જેના ટેન્શનમાં ગઇકાલે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ થયું છે.

આ અંગે નિલકંઠ પાર્કમાં રહેતા દક્ષાબેન દ્વારા સીટી સી ડીવીઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા જાહેર થયેલી વિગતના આધારે તપાસને આગળ ધપાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application