ભારતીય વાયુસેના દ્વારા જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને પ્રતિષ્ઠિત 'Commendation' મેડલ એનાયત
જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરની વહીવટી કુશળતા અને શ્રેષ્ઠ વહીવટી કામગીરીની નોંધ લઈને તેમને વાયુસેનાના પ્રતિષ્ઠિત 'Commendation' મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે તેમને આ મેડલ તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
જામનગર એરફોર્સ બેઝ એ દેશનો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો બેઝ છે અને કલેક્ટર તરીકે શ્રી કેતન ઠક્કરે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને વાયુસેના વચ્ચે મજબૂત કડી તરીકે કાર્ય કરી વહીવટી પ્રક્રિયાઓને વેગ આપ્યો છે.ખાસ કરીને આપત્તિ વ્યવસ્થાપન, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતો દરમિયાન વાયુસેનાના બચાવ કાર્યોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી સમયસરની મદદ, સંરક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ્સમાં આવતા વહીવટી અવરોધોનું નિવારણ અને સુરક્ષા સંબંધી બાબતોમાં તેમના સચોટ આયોજન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કલેક્ટરશ્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
