જામનગર: ડેન્ટલ કોલેજ ચેક કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

  • July 27, 2026 08:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ડેન્ટલ કોલેજ ચેક કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

સુરતથી હરેશ વસાવડાને પોલીસે પકડી પાડયો: અધિકારીઓ સામેની કાર્યવાહી અંગે આજે કોર્ટમાં સુનવણી

જામનગરમાં બહુ ચર્ચિત ડેન્ટલ કોલેજના રોગી સમિતિના ખાતામાંથી રૂ.૧.૩૯ કરોડના ૧૫ચેકનો દુરુપયોગ કરીને કૌભાંડ કરતા અગાઉ એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરીને સુરતથી હરેશ રવજીભાઇ વસાવડાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરવામાં આવતા અદાલતે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. અદાલતે ત્રણ અધિકારીઓને કોર્ટ સમક્ષ હાજર કરવા માટે આદેશ કરવા માટે તેઓ આજે કોર્ટમાં હાજર થશે. 

નેશનલ હેલ્થ મિશન (એનએચએમ) કરાર આધારિત શોભિત ગર્ગ નામના કર્મચારીની ધરપકડ કરી હતી તે ચેકમાં ડીનની સહી હોવાનો ઉલ્લેખ આરોપીએ પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું અને કહ્યું હતું કે ડીનને આ કેસમાં શા માટે આરોપી બનાવવામાં આવ્યો નથી, ત્યારબાદ કોર્ટે પણ કડક વલણ અપનાવીને ત્રણ અધિકારીઓને કોર્ટ સમક્ષ આજે હાજર થવા હુકમ કર્યો છે. 
​​​​​​​
આ સમગ્ર કૌભાંડમાં શોભિત ગર્ગ બાદ બીજા આરોપીની પણ સુરતથી ધરપકડ કરવામાં આવી છે. હરેશ વસાવડાના બેંક ખાતામાં કૌભાંડના ચેકની કેટલીક રકમ જમા થઇ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે બીજા આરોપીની ધરપકડ કરી હતી. હવે પોલીસ આ પ્રકરણમાં કેવા પગલા લેશે તે અંગે સમય કહેશે હાલ તો જામનગરમાં આ પ્રકરણ ભારે ચકચારી બન્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application