જામનગર: શાળા નં.૧૯ના આચાર્ય સામે થયેલી ફરિયાદમાંથી એટ્રોસીટી એકટની કલમ રદ કરવા માંગ

  • July 03, 2026 04:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: શાળા નં.૧૯ના આચાર્ય સામે થયેલી ફરિયાદમાંથી એટ્રોસીટી એકટની કલમ રદ કરવા માંગ

તાજેતરમાં ન.પ્રા.શિ.સંચાલિત શાળા નં.૧૯ના આચાર્ય રામભાઇ સોલંકી દ્વારા શાળાના વિદ્યાર્થીને માર મારવાની વિગતો પ્રકાશમાં આવી છે. તેમાં આજરોજ વિદ્યાર્થીઓના વાલી પ્રવિણભાઇ પાંડાવદરા દ્વારા ફરિયાદ કરાયેલ છે.

જેમાં એટ્રોસીટી એકટની કલમ ૩(૧) ૩(ર), પ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શાળાના સંચાલન માટે સરકાર દ્વારા સ્કુલ મેનેજમેન્ટ કમીટી અને વાલી સમિતિ તેમજ વિવિધ શિક્ષકોનાં નિવેદન મુજબ વિદ્યાર્થી સાથે સમાનતાના ધોરણે શૈક્ષણિક કામગીરી ઉપરાંત ભેદભાવ વિના વિદ્યાર્થીઓને સહભાગી બનાવવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજય ન.પ્રા.શિ.શિક્ષક સંઘ અને મહાપાલિકા પ્રા.શિ.સંઘ જામનગર દ્વારા આ ફરિયાદમાંથી એટ્રોસીટી એકટની કલમ મુજબની ફરિયાદ નોંધાવેલ છે. જે પાછી ખેંચવા માંગણી કરેલ છે. આ અંગે જિલ્લા કલેકટર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application